પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતની દિવ્યા દેશમુખે ગર્લ્સ કેટેગરીમાં અને કઝાખિસ્તાનના નોગેરબેક કાઝીબેકે ઓપન કેટેગરીમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપના ટાઈટલ ગયા સપ્તાહે હાંસલ કર્યા હતા.
ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં નોગેરબેકે 11માંથી 8.5 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, તો દિવ્યા દેશમુખે 11માંથી 10 મેચ જીતીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરાયા હતા.
ચેસની સર્વોચ્ચ સંસ્થા ફિડેના વડા એર્કાડી ડ્વોર્કોવિચ પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓપન કેટેગરીમાં આર્મેનિયાનો મોમિકોન ચોથા ક્રમે રહ્યો હતો. ગર્લ્સમાં આર્મેનિયાની મરિયમ બીજા, અઝરબૈજાનની એયાન ત્રીજા અને ભારતની શુભી ગુપ્તા ચોથા ક્રમે રહી હતી.

LEAVE A REPLY