પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વન નેશન-વન ઇલેક્શન બિલનો જોરદાર કરતાં કરતાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીની વિશ્વસનીયતા પર ઉઠાવવામાં આવતા સવાલો પરથી ધ્યાન ભટકાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને લખેલા પત્રને ટાંકીને કહ્યું હતું કે પાર્ટીના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ખડગેએ આ વર્ષે 17 જાન્યુઆરીએ સમિતિને પત્ર લખીને ‘એક દેશ, એક ચૂંટણી’ના વિચારનો સખત વિરોધ કર્યો હતો.

મમતા બેનર્જીએ આ બિલને જોરદાર વિરોધ કરતાં જણાવ્યું હતું કે ટીએમસીના સાંસદો સંસદમાં આ કઠોર કાયદાનો જોરદાર વિરોધ કરશે. બંગાળ ક્યારેય દિલ્હીની તાનાશાહી સામે ઝૂકશે નહીં. આ લડાઈ ભારતની લોકશાહીને આપખુદશાહીની ચુંગાલમાંથી બચાવવાની છે.આ કાળજીપૂર્વક વિચારેલો સુધારો નથી. આ એક સરમુખત્યારશાહી છે, જે ભારતની લોકશાહી અને સંઘીય માળખાને નબળી પાડવા માટે રચાયેલ છે.

 

LEAVE A REPLY