લેસ્ટર ઇસ્ટ કોન્સીટ્યુન્સી પાર્ટીના અધ્યક્ષ કરીકે ઇવીંગ્ટનના કાઉન્સિલર સુ હન્ટર ચૂંટાયા

0
1064

લેસ્ટર ઇસ્ટ કોન્સીટ્યુન્સી પાર્ટીની (સીએલપી) બીજી બેઠક ગત સપ્તાહે થઈ હતી, જેમાં કીથ વાઝે એક મહિનાથી વચગાળાના અધ્યક્ષનુ પદ પદ છોડ્યું હતું. સ્પિની હિલ્સ સ્થિત સેક્રેડ હાર્ટ ચર્ચ ખાતે ફરીથી થયેલી ચૂંટણીમાં પાર્ટીના 125થી વધુ સભ્યોએ ઇવીંગ્ટનના કાઉન્સિલર સુ હન્ટરને ચૂંટી કાઢ્યા હતા. આ બેઠકમાં નવા સાંસદ ક્લાઉડિયા વેબ હાજર હતા.

લેસ્ટરમાં બેલ્ગ્રેવમાં લેસ્ટર ઇસ્ટ કોન્સીટ્યુન્સી પાર્ટીની (સીએલપી) બેઠકમાં પાર્ટીના અન્ય સભ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની મહિલા કાર્યકરની ફરિયાદ બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં હુમલો થયો હોવાના કોઇ પૂરાવા મળ્યા ન હોવાનુ પોલીસે જાહેર કર્યુ છે.

લેસ્ટરશાયર પોલીસે જણાવ્યુ હતુ કે “પૂછપરછ પૂર્ણ થઈ છે અને હુમલાના આરોપને તે ટેકો આપતી નથી.” આ મીટીંગમાં પૂર્વ સાંસદ કીથ વાઝને સ્થાનિક પક્ષના વચગાળાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.