લેસ્ટરની ફાતીમાની હત્યા બદલ પતિને આજીવન કેદ

0
940

લેસ્ટરમાં હાઇફિલ્ડ્સ બર્થોલોમ્યુ સ્ટ્રીટ ખાતે ગત તા. 8 ઑક્ટોબર મંગળવારના રોજ ફાતિમા તરીકે ઓળખાતી 32 વર્ષિય પૂર્વ પાર્ટનર સુવેક્ષ્યા બૂરાથોકીને નશાની અસર તળે દાદર પરથી નીચે ફેંકી દઇ છરીના 17 જેટલા જીવલેણ વાર કરી હત્યા કરનાર 29 વર્ષના હાફિઝ શરીફીને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જેમાં તેણે ઓછામાં ઓછા 17 વર્ષ જેલમાં વિતાવવા પડશે. જ્યારે મુખદ્દાર શરીફ તેને મદદ કરવા બદલ દોષીત સાબિત થયો હતો.

શરીફીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે દારૂ પીધો હતો અને હત્યા પહેલાની રાત્રે તેણે કોકેન પણ લીધું હતું. ફાતિમાનો જન્મ નેપાળના ધારનમાં થયો હતો અને તેને 9 અને 7 વર્ષની વયના બે દિકરા અને 3 વર્ષની વયની એક દિકરી હતી.