લંડન એસેમ્બલીના બ્રેન્ટ અને હેરોના ઉમેદવાર તરીકે કૃપેશ હિરાણી

0
1114

લેબર પાર્ટીએ આગામી મે મહિનામાં લંડન એસેમ્બલીના બ્રેન્ટ અને હેરોના સભ્ય તરીકે ઉમેદવાર તરીકે કૃપેશ હિરાણીની પસંદગી કરી છે. નવીન શાહે 12 વર્ષ પછી આ પદ છોડવાની જાહેરાત કર્યા બાદ આ પસંદગી શરૂ થઈ હતી.

કૃપેશ અનુભવી સ્થાનિક રાજકારણી છે અને હાલમાં તેઓ બ્રેન્ટ કાઉન્સિલમાં ત્રીજી ટર્મમાં કાઉન્સિલર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં લંડન બરો ઑફ કલ્ચર તરીકે બ્રેન્ટના વર્ષનું નિરીક્ષણ કરી રહ્યું છે અને ડીસેબલીટીની ચેરિટી એસ્પાયર માટે તેમ જ સ્ટેનમોર હિન્દુ મંદિરમાં સેવા આપી રહ્યા છે.

તેમને બ્રેન્ટ અને હેરોના એમપીઓ ડોન બટલર અને ગેરેથ થોમસ, હાલના લંડન એસેમ્બલી સભ્ય નવીન શાહ, બ્રેન્ટ અને હેરો કાઉન્સિલના નેતાઓ, કાઉન્સિલર મુહમ્મદ બટ અને કાઉન્સિલર ગ્રેહામ હેન્સને પણ ટેકો આપ્યો છે.

કૃપેશે કહ્યું હતુ કે “મને મે’ 2020ની ચૂંટણી માટે બ્રેન્ટ અને હેરોના લેબરના ઉમેદવાર તરીકે પસંદ કરાતા આનંદ થયો. વિશ્વના સૌથી મહાન શહેરના શ્રેષ્ઠ ભાગમાંથી મારી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે સન્માનજનક છે.’’