રોયલ કૉલેજ ઑફ ફિઝિશિયન એન્ડ સર્જન ઑફ ગ્લાસગો દ્વારા યોજાયેલા એક સમારોહમાં શ્રીલંકાના ટોચના ડૉક્ટર પ્રોફેસર હિથનાદુરા જનકા ડી સિલ્વાને તા. 4 સપ્ટેમ્બર 2020ના રોજ માનદ ફેલોશિપ આપવામાં આવી હતી.
પ્રોફેસર ડી સિલ્વા એક જાણીતા ચિકિત્સક અને પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનના ડિરેક્ટર છે જે શ્રીલંકામાં તમામ પોસ્ટગ્રેજ્યુએટ તાલીમની દેખરેખ રાખે છે. તેમણે ઇન્ટરનલ મેડિસિન અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં તાલીમ લીધી છે અને ટ્રોપિકલ ડીસીઝમાં વિશેષ રુચિ ધરાવે છે. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી ફિલ પ્રાપ્ત કર્યું હતું અને ત્યારબાદ વેલકમ ફેલો અને વિંગેટ સ્કેલર બન્યા હતા.
તેમને માનદ ફેલોશિપ એનાયત કરતા કોલેજના પ્રમુખ પ્રોફેસર જેકી ટેલરે કહ્યું હતું કે “ગયા વર્ષે શ્રીલંકાની મુલાકાત લેવાનો અને મારા વ્યવસાયના નવા સભ્યોને તાલીમ આપવાનો અને ટેકો આપવા માટે ત્યાં જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેને જાતે જોવું એ મારો લહાવો હતો. પ્રો. ડી સિલ્વાએ આ કાર્યમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. આ એવોર્ડ આપણી કૉલેજ અને શ્રીલંકા વચ્ચે પહેલેથી જ મજબૂત કડીઓને વધુ મજબૂત બનાવવામાં અને શ્રીલંકામાં ડોકટરો અને હેલ્થકેરની જોગવાઈઓ માટે વધુ સારા ભવિષ્ય આપી સાથે મળીને કામ કરવામાં મદદ કરશે.
માનદ ફેલોશિપ સ્વીકારતા પ્રોફેસર ડી સિલ્વાએ કહ્યું હતું કે “હું દ્રઢપણે માનું છું કે પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ ટ્રેઇનીંગમાં અમારી આપણી પ્રથમ ફરજ ઉચ્ચતમ શક્ય ધારા-ધોરણો માટેનો પ્રયત્ન કરવાનો છે. જે ફક્ત આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા જ શક્ય છે. કોલંબો પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિને જ્યારે રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન એન્ડ સર્જન ગ્લાસગો સાથે ઑપચારિક શૈક્ષણિક ભાગીદારી નોંધાવી ત્યારે મને આનંદ થયો હતો. આ કૉલેજે મને માનદ ફેલોશિપ આપવા લાયક માન્યો તેથી હું સન્માનિત થયો છું.” પ્રોફેસર ડી સિલ્વાને આ અગાઉ ઘણાં પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સન્માન મળ્યા છે.