રેડબ્રીજ કાઉન્સિલે ભાવ વધારનાર દુકાનોની તપાસ શરૂ કરી

0
1257
એન્ફોર્સમેન્ટ અધિકારીઓને સંબોધતા જશ અથવાલ

રેડબ્રીજ કાઉન્સિલના એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ કોરોનાવાયકસના રોગચાળા દરમિયાન લોકોની ગરજનો લાભ લેવા આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારો કરનાર દુકાનદારોને શોધી કાઢવા પાછલા 24 કલાકમાં 333થી વધુ દુકાનો અને બિઝનેસીસની તપાસ કરી હતી.

ઇલ્ફર્ડના ગ્રાહકોએ દાવો કર્યો છે કે પેનીક બાઇંગ દરમિયાન કેટલાક દુકાનદારોએ ટોઇલેટ રોલ અને લોટના ભાવમાં ચાર ગણો વધારો કર્યો છે. હેન્ડ સેનિટાઇઝર જેવી વસ્તુઓના £19.99 પડાવાયા હતા.

રેડબ્રિજ કાઉન્સિલના નેતા કાઉન્સિલર જસ અથવાલે સરકારને ઝડપી કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. જ્યારે ઈલ્ફર્ડ  નોર્થના લેબર સાંસદ વેસ સ્ટ્રીટીંગે ભાવવધારો કરનાર દુકાનોને નામ જાહેર કરી તેમને શરમજનક સ્થિતીમાં મૂકવાની ધમકી આપી હતી.

22 માર્ચે કાઉન્સિલર અથવાલે ટ્વિટ કરી જાહેર કર્યુ હતુ કે “કેટલાક બેઇમાન સ્થાનિક દુકાનદારોએ કિંમતોમાં વધારો કરતા હોવાનુ બહાર આવતા અમે કાઉન્સિલના એન્ફોર્સમેન્ટ અધિકારીઓને તપાસ માટે મોકલી રહ્યા છીએ. જે લોકો વધુ ભાવ પડાવતા હશે તેમને બંધ કરાવવામાં આવશે.”

ભાવ વધારો કરાતો હોય તો તમે [email protected] ને ઇમેઇલ કરીને ફરિયાદ કરી શકો છો.