વર્જિન ગ્રુપના માલિક રીચાર્ડ બ્રેન્સને અમેરિકાના ન્યુ મેક્સિકોના સ્પેસપોર્ટમાંથી રવિવારે અવકાશમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. તેઓ વર્જિન ગેલેક્ટિક રોકેટ પ્લેનથી અંતરિક્ષમાં ગયા હતા. ભારતીય મૂળની સિરિશા બાંડલા સહિત 5 ક્રુમેમ્બર તેમની સાથે હતા. ખરાબ વાતાવરણને કારણે તૈયારીઓમાં અસર જોવા હતી અને તેનાથી લોન્ચિંગનો સમય લગભગ દોઢ કલાક મોડો કરવામાં આવ્યો હતી.
સાહસો માટે જાણીતા બ્રેન્સન સ્પેરપોર્ટ પર સાઇકલમાં સવાર થઈને આવ્યા હતા અને ક્રુમેમ્બરને ભેટ્યા હતા. આ ઉડાન સાથે સ્પેસ ટુરિઝમના નવા યુગનો પ્રારંભ થયો હતો. સફર પહેલા બ્રેન્સને કહ્યું હતું કે આગામી વર્ષથી કોમર્શિયલ ટૂર શરૂ કરતાં પહેલાં તેઓ પોતે આ વાતનો અનુભવ લેવા માગે છે.
બ્રિટિશ ઉદ્યોગપતિ રીચાર્ડ બ્રેન્સને એક મિશન નિષ્ણાત તરીકે સ્પેસશીપ -2 યુનિટીમાં જોડાયા હતા. સિરીષા અવકાશમાં જનારી કલ્પના ચાવલા પછી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની હતી. 34 વર્ષની સિરિશા એરોનોટિકલ એન્જિનિયર છે.
આ મહિનામાં સ્પેસ ટૂરિઝમની દુનિયાની બે મોટી ઘટનાઓ પૈકીની આ પ્રથમ છે. રીચાર્ડ બ્રેન્સન પછી 20 જુલાઈએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ‘એજ ઓફ સ્પેસ’ પર ઉડાન ભરશે. જ્યારે મહિનાના અંતે, બોઇંગ તેના સ્કાયલાઈનરની એક ટેસ્ટ ફ્લાઇટ ઉડાન ભરવાનું છે.
રીચાર્ડ બ્રેન્સનના વર્જિન સ્પેસ શિપ (VSS) યુનિટી સ્પેસ પ્લેનની સફળ ફ્લાઇટ પૃથ્વીની કક્ષાની અંદર સબઓર્બિટલ ટૂરિઝમ માટેના નવા રસ્તાઓ ખોલશે. બેઝોસ અને બોઇંગ ફ્લાઇટ્સ પણ જો સફળ થશે એજ ઓફ સ્પેસ એટલે કે પ્રાઈવેટ કોમર્શિયલ સ્પેસ ટ્રાવેલનું બજાર પણ તેજીથી વધશે. અત્યાર સુધી ક્રૂ વિનાના મિશન સફળ રહ્યા છે. બ્રેન્સનની વર્જિન ગેલેક્ટીક, બેઝોસની બ્લુ ઓરિજિનની સાથે એલન મસ્કની સ્પેસએક્સ અને બોઇંગ પણ સ્પેસ ટુરિઝમ ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યાં છે.
અવકાશમાં ખાનગી પ્રવાસો શરૂ કરવા માટે કેટલાક મોટા માથાઓ વચ્ચે સ્પર્ધા ચાલે છે, જેમાં ત્રણ મુખ્ય છે. જેફ બેઝોસ, રીચાર્ડ બ્રેન્સન અને ઈલોન મસ્ક. મસ્ક સ્પેસ-એક્સ નામની કંપની દ્વારા અવકાશમાં સામાન પહોંચાડવાનું કામ કરે છે અને સાથે સાથે મંગળ સુધી પહોંચી શકે એવુ રોકેટ બનાવે છે. રીચાર્ડ બ્રેન્સન વર્જીન ગેલેક્ટિક ગ્રૂપના માલિક છે. બ્રેન્સન 400થી વધારે નાની-મોટી કંપનીઓના માલિક છે.