ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના પેટ્રોન લોર્ડ કરણ બિલિમોરિયાએ આ પ્રાર્થના સભામાં રતન ટાટા પર તેમના વિચારો રજૂ કર્યા હતાં. બિલિમોરિયાએ 2002થી તેમની સાથે કામ કર્યું હતું. (Photo credit: Zoroastrian Trust Funds of Europe)

સ્વર્ગસ્થ પદ્મ વિભૂષણ રતન નવલ ટાટાને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે (11) લંડનના હેરો ખાતેના ઝોરોસ્ટ્રિયન સેન્ટર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. રતન ટાટાનું મુંબઈમાં 8 ઓક્ટોબરના રોજ 86 વર્ષની વયે અવસાન થયું હતું.

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા ગ્રુપને વૈશ્વિક બિઝનેસ પાવરહાઉસમાં રૂપાંતરિત કરવા તથા પરોપકાર કાર્યો માટે વ્યાપકપણે જાણીતા છે.

ઉથમના અથવા ત્રીજા દિવસની પારસી પ્રાર્થના ત્રણ પૂજારીઓ દ્રારા કરાઈ હતી, જેમાં મેટ્રોપોલિટન પોલીસ અધિક્ષક ઝુબિન પી લેખક, એરવાડ યાઝાદ ટી ભાધા અને એરવાડ ઝુબિન આર ભેડવારનો સમાવેશ થાય છે. ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના પેટ્રોન લોર્ડ કરણ બિલિમોરિયાએ આ પ્રાર્થના સભામાં રતન ટાટા પર તેમના વિચારો રજૂ કર્યા હતાં. બિલિમોરિયાએ 2002થી તેમની સાથે કામ કર્યું હતું.

ઉથમના અથવા ત્રીજા દિવસની પારસી પ્રાર્થના ત્રણ પૂજારીઓ દ્રારા કરાઈ હતી, જેમાં મેટ્રોપોલિટન પોલીસ અધિક્ષક ઝુબિન પી લેખક, એરવાડ યાઝાદ ટી ભાધા અને એરવાડ ઝુબિન આર ભેડવારનો સમાવેશ થાય છે. (Photo credit: Zoroastrian Trust Funds of Europe)

બિલિમોરિયાએ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન ટાટાની પ્રતિકાર ક્ષમતાને યાદ કરતાં તેમના શબ્દો ટાંક્યા હતાં કે “અમે તે જાતે કરીશું અને હું જાણું છું કે અમે તે કરી શકીએ છીએ.” આ શબ્દો ટાટા જૂથને મુશ્કેલ સમયમાં દોરી જવાના રતન ટાટાના દ્રઢનિશ્ચયને પ્રતિબિંબિત કરે છે.

ઇન્ડિયન હોટેલ્સ કંપનીના યુકે એરિયા ડિરેક્ટર મેહરનવાઝ અવારીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા કંપની સાથેના તેમના 24 વર્ષ દરમિયાન ટાટા સાથેની તેમની અંગત વાતચીતને યાદ કરી હતી.

પ્રાર્થના સભામાં ટાટા ગ્રુપના હાલના અને ભૂતકાળના કર્મચારીઓ, ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી લક્ષ્મી નારાયણ સહિતના મહાનુભાવો અને લંડન બરો ઓફ હેરોના સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ZTFEના પ્રમુખ માલ્કમ એમ ડેબૂએ ટાટા પરિવાર અને ZTFE વચ્ચેના લાંબા સમયના સંબંધોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સ્થાપક જમશેદજી ટાટા સહિત ટાટા પરિવારના ઘણા સભ્યોને સરેમાં ZTFE કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે.

સ્વર્ગસ્થ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ ધર્મના વડાઓએ હાજરી આપી હતી તથા બિઝનેસમાં તેમના વૈશ્વિક યોગદાન અને તેમના પરોપકારી કાર્યોની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY