(ANI Photo/Surjeet Yadav)

ક્રિકેટર વિરાટ કોહલીએ ફરીવાર 2023માં 227.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીનું સ્થાન હાંસલ કર્યું છે. જોકે તેની આ બ્રાન્ડ વેલ્યૂ 2020ની 237.7 મિલિયન ડોલરની ટોચની બ્રાન્ડ વેલ્યૂ કરતાં ઓછી છે.

કન્સલ્ટન્સી કંપની ક્રોલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2023માં જણાવાયું છે કે 2022માં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 176.9 મિલિયન હતી અને તેમાં એક વર્ષમાં 29 ટકાનો ઉછાળો આવ્યો છે. આ ઉછાળા સાથે કોહલીએ અભિનેતા રણવીર સિંહને બીજા સ્થાને ધકેલી દીધો હતો. રણવીર સિંહ 203.1 મિલિયન ડોલરની બ્રાન્ડ મૂલ્ય સાથે બીજા સ્થાને આવી ગયો છે.

જવાન અને પઠાણ જેવી ફિલ્મોની સફળતા પર સવાર થઈને 58 વર્ષીય અભિનેતા શાહરૂખ ખાન 2023માં 120.7 મિલિયન ડોલરની કુલ બ્રાન્ડ વેલ્યુ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. બોલિવૂડના બાદશાહની બ્રાન્ડ વેલ્યૂ 2022માં 55.7 મિલિયન ડોલર હતી અને તે આ યાદીમાં દસમાં ક્રમે હતો.

કંપનીના વેલ્યુએશન એડવાઇઝરી સર્વિસીસ માટે મેનેજિંગ ડિરેક્ટર અવિરલ જૈને જણાવ્યું હતું કે શાહરુખ ખાને 2020 પછી પ્રથમ વખત ભારતના ટોચના પાંચ સેલિબ્રિટી એન્ડોર્સર્સ યાદીમાં ધમાકેદાર વાપસી કરી છે.

આ યાદીમાં અક્ષયકુમાર 111.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે ચોથા સ્થાને અને આલિયા ભટ્ટ 101.1 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે પાંચમાં, જ્યારે  દીપિકા પદુકોષણ 96 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. તાજેતરમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની 95.8 મિલિયન યુએસ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે યાદીમાં એક સ્થાન ઉપર પહોંચી ગયો છે જ્યારે નિવૃત્ત ક્રિકેટર સચિન તેંડુલકર 91.3 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આઠમા સ્થાને છે. સલમાન ખાન પણ 2023માં 81.7 મિલિયન ડોલરના મૂલ્ય સાથે 2023માં દસમા નંબર પહોંચ્યો હતો.

ટોચની 25 સેલિબ્રિટી બ્રાન્ડ્સનું એકંદર મૂલ્ય 2023માં 1.9 બિલિયન ડોલર રહ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 15.5 ટકા વધુ હતું.

 

LEAVE A REPLY