ઇન્ડિયન રેલવે હવે પ્રતિ કલાક 130 કિ.મી.થી 160 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. આ ટ્રેનમાં નોન-એસી કોચ, એટલે કે સ્લીપર અને જનરલ કોચ નહીં હોય. હકીકતમાં મેલ એક્સપ્રેસ ટ્રેન 130 કિ.મી.થી વધુની ઝડપે ચાલે ત્યારે નોન-એસી કોચમાં ટેકનિકલ સમસ્યા ઊભી થાય છે.
આથી હવે તમામ ટ્રેનમાંથી સ્લીપર કોચ નાબૂદ કરાશે. લાંબા અંતર મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં 83 બર્થ ધરાવતા એસી કોચ લગાવાશે. જે ટ્રેન પ્રતિ કલાક 110 કિ.મી.ની ઝડપે દોડે છે તેમાં જ સ્લીપર અને નોન-એસી કોચ લગાવાશે. કપૂરથલા કોચ ફેક્ટરીમાં નવા પ્રકારના કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે