મેલબોર્નમાં ભારતીય કોન્સ્યુલેટ ફરી એકવાર અસામાજિક તત્વોના નિશાના પર આવ્યું હતું. 10 એપ્રિલની રાત્રે એક વાગ્યે વિક્ટોરિયા રાજ્યના પ્રતિષ્ઠિત સેન્ટ કિલ્ડા રોડ પર સ્થિત દૂતાવાસની ઇમારત પર વાંધાજનક સૂત્રો લખીને ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાથી ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો. કેનબેરા સ્થિત ઇન્ડિયન હાઇ કમિશને આ મુદ્દો ઓસ્ટ્રેલિયાની સત્તાવાળા સમક્ષ ઉઠાવ્યો હતો. મેલબોર્નમાં કોન્સ્યુલેટ પરિસર અગાઉ પણ આવી ઘટના બની હતી.
વિક્ટોરિયા પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે વહેલી સવારે 1:00 વાગ્યે રાજદ્વારી પરિસરના આગળના પ્રવેશદ્વાર પર સૂત્રો લખવામાં આવ્યાં હતા. અધિકારીઓનું માનવું છે કે ઇમારતના પ્રવેશદ્વાર પર બુધવાર અને ગુરુવારની વચ્ચે રાત્રે આવી સૂત્રો લખાયા હતા. નુકસાનની તપાસ ચાલુ છે.
ભારકીય હાઈ કમિશને જણાવ્યું હતું કે મેલબોર્નમાં ભારતના કોન્સ્યુલેટ જનરલના પરિસરમાં બદમાશો કરેલા કૃત્યોની મુદ્દો ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય રાજદ્વારી અને કોન્સ્યુલર પરિસર અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ઘટનાથી ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ચિંતા અને આક્રોશ જોવા મળ્યો હતો. એક ભારતીયે જણાવ્યું હતું કે આ માત્ર સૂત્રો નથી, પરંતુ તે ધાકધમકીનો સંદેશ છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના સ્થળો પર વારંવાર થતા હુમલાઓ ખૂબ જ દુઃખદ છે.
