અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો અને ડિફેન્સ સેક્રેટરી માર્ક ટી એસ્પરે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોવાલ અને ભારત ખાતેના અમેરિકાના એમ્બેસેડર કેન જસ્ટર પણ હાજર રહ્યા હતા.
આ અગાઉ જયશંકર અને રાજનાથ સિંહે અમેરિકાના અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો અને ડિફેન્સ સેક્રેટરી માર્ક ટી એસ્પર સાથે ત્રીજા દોરની 2+2 મંત્રણા કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાએ ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.ચીનના વધતા જતાં પ્રભાવ વચ્ચે બંને દેશોએ 2+2 મંત્રણામાં ઇન્ડો સ્પેસિફિકમાં સુરક્ષા સંબંધો અને વ્યૂહાત્મક સંબંધોને વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.