મહારાષ્ટ્રમાં લોકડાઉન 30 એપ્રિલ પછી પણ બીજા 15 દિવસ લંબાવવામાં આવશે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેખમાં તમામ સભ્યોએ લોકડાઉન લંબાવવા માટે ભાર મૂક્યો હતો. લોકડાઉન 15 દિવસ લંબાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં સરકારે ચાર એપ્રિલે વીકએન્ડ લોકડાઉન અને બીજા નિયંત્રણો જારી કર્યા હતા. જોકે રાજ્યોમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થયો નથી. હાલ રાજ્યોમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને ઓક્સિજન અને દવાઓની ભારે તંગી છે. સત્તાવાર ડેટા મુજબ મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 66,358 કેસ નોંધાયા હતા અને 895 લોકોના મોત થયા હતા.