કોરોના નિયંત્રણોને વધુ હળવા બનાવીને મહારાષ્ટ્ર સરકારે રાજયના 36માંથી 14 જિલ્લામાં શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરાં, સિનેમા હોલ અને થીયેટર્સને 100 ટકા ક્ષમતાએ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. આ 14 જિલ્લામાં મુંબઈ શહેર, મુંબઈ સબર્બ, પૂણે નાગપુર, સતારા, સાંગલી વગેરનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં 90 ટકા લોકોએ વેક્સિનનો એક ડોઝ અને 70 ટકા લોકોએ બંને ડોઝ લીધેલા છે. આ જિલ્લાઓમાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને ઉત્સવ સંબંધિત કાર્યક્રમોમાં 50 ટકા કેપેસિટીએ કરી શકાશે. આ ઉપરાંત સ્પોર્ટસ, લગ્ન જેવા કાર્યક્રમોમાં પણ 50 ટકા કેપેસિટીએ યોજી શકાશે.