શીખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંઘ પન્નુને પ્રયાગરાજમાં મહાકુંભ પર હુમલા કરવાની આપેલી ધમકીને અખાડા પરિષદે વિભાજનની પ્રયુક્તિ ગણાવીને તેની ટીકા કરી હતી.
સોમવારે પીલીભીતમાં યુપી અને પંજાબ પોલીસ સાથેની અથડામણમાં ખાલિસ્તાની ઝિંદાબાદ ફોર્સના 3 આતંકવાદીઓના મોત પછી પન્નુનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં દેખાયો હતો, જેમાં તેને 14 જાન્યુઆરી (મકરસંક્રાંતિ), 29 જાન્યુઆરી (મૌની અમાવસ્યા) 3 ફેબ્રુઆરી (બસંત પંચમી)એ મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાનની તારીકે હુમલો કરવાની કથિત ધમકી આપી હતી.
પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસનો ચીફ છે અને તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે.અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવીન્દ્ર પુરીએ મહાકુંભ નગરમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે જો પન્નુ નામનો આ વ્યક્તિ અમારા મહાકુંભમાં પ્રવેશવાની હિંમત કરશે તો તેને માર મારીને બહાર કાઢી મુકવામાં આવશે. અમે આવા સેંકડો પાગલ જોયા છે. આ માઘ મેળો છે, જ્યાં શીખો અને હિંદુઓ એકજૂથ થાય છે. હિન્દુ શીખ વિભાજનને ભડકાવવાના પન્નુના પ્રયાસો અનિચ્છનીય છે. શીખ સમુદાયે જ આપણી સનાતન પરંપરાને જીવંત રાખી છે. તેઓએ સનાતન ધર્મની રક્ષા કરી છે.
હિંદુ અને શીખ સમુદાયો વચ્ચેના સહિયારા આધ્યાત્મિક સંબંધો તરફ ઈશારો કરતા અખાડા પરિષદના પ્રમુખે કહ્યું હતું કે અમારા બંને ધર્મોમાં નાગા સાધુઓ છે, અને અમે બધા સનાતન ધર્મના સૈનિક છીએ. તેથી જ અમે આવી ભ્રામક ધમકીઓને ગંભીરતાથી લેતા નથી.પન્નુની ભડકાઉ ભાષાનો હેતુ હંમેશા વિભાજન વાવણી અને સનાતન ધર્મને નિશાન બનાવવાનો છે. “આપણે પન્નુના નિવેદનોને વધુ મહત્વ આપવું જોઈએ નહીં