ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ દ્વારા ગત વર્ષે રેકોર્ડ વેચાણ નોંધાયું હતું. આ વેચાણને જાળવી રાખવા માટે કંપની વર્તમાન વર્ષમાં બેટરી સંચાલિત વાહનો સહિત 8 નવા મોડેલ રજૂ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ગયા વર્ષે 19,565 યુનિટનું વેચાણ કર્યું હતું, જે 2023માં 17,408 યુનિટની તુલનામાં 12 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીનું 2023ની તુલનામાં 2024માં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ બમણું થયું હતું. કંપનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તેણે વેચેલા ચાર વાહનોમાંથી એક ટોપ એન્ડ વ્હીકલ (TEV) હતું જેની કિંમત રૂ. 1.5 કરોડથી વધુ હતી. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ સંતોષ ઐયરે જણાવ્યું હતું કે, કંપનીએ ગયા વર્ષે ભારતમાં 14 નવા મોડેલ રજૂ કર્યા હતા. ગયા વર્ષના બીજા ભાગમાં કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં, કંપની 2025માં પણ વેચાણ વૃદ્ધિ ચાલુ રહેવાની આશા રાખે છે. ગયા વર્ષના બીજા ભાગમાં બજાર વૃદ્ધિ ખરેખર ઘટીને 2-3% થઈ ગઈ હતી અને મર્સિડીઝનું વેચાણ 16 ટકા વધ્યું હતું, જેમાં ટોપ એન્ડ વાહનોની મજબૂત માગ હતી.
ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 2024માં વેચાણમાં આગલા વર્ષની સરખામણીએ 94 ટકાનો વધારો નોંધાયો હતો. કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો લગભગ 2.5 ટકાથી વધીને 6 ટકાથી વધુ થયો છે.

LEAVE A REPLY