એસિડ, MDMA અને કેનાબીસ જેવા ડ્રગ્સનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરી એસેક્સમાં કોલચેસ્ટરમાં રહેતી 21 વર્ષીય ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ મેરી વેલ્સની હત્યા કરનાર કોલચેસ્ટરના લેઇંગ રોડ પર રહેતા 23 વર્ષના આદમ બટ્ટને આજીવન કેદના ભાગરૂપે હોસ્પિટલમાં અનિશ્ચિત સમય માટે અટકાયતમાં રાખવા જજે હુકમ કર્યો હતો.
જો તેને છોડવામાં આવે તો તે ફરીથી ડ્રગ્સનો ઉપયોગ કરી અન્ય લોકો માટે ખૂબ જોખમ ઉભુ કરે તેવી શક્યતાઓ છે. કોઈ કાયમી માનસિક સ્થિતિ ન હોવા છતાં બટ્ટ ક્લાસ A અને B દવાઓનું સતત વધતી જતી માત્રામાં સેવન કરતો હતો.
ગયા વર્ષે 17 જાન્યુઆરીના રોજ સવારે 5.30 કલાકે પોલીસને બોલાવાતા મેરી છરાના અનેક ઘા સાથે મળી આવી હતી. તેણીને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાઇ હતી. પોલીસ અધિકારીઓએ બટ્ટને રૂમમાં ખુરશી પર બેઠેલા જોયો હતો અને હત્યાની શંકાના આધારે તેની ધરપકડ કરી હતી.
તેને ચેમ્સફર્ડ ક્રાઉન કોર્ટમાં લાંબી સજા સંભળાવાઇ ત્યારે પણ તેના મિત્રો બટ્ટના વર્તન બાબતે વધુ ચિંતિત હતા.
હત્યાની રાત્રે પણ બટ્ટે તેના મિત્રોને મોકલવામાં આવેલા વોટ્સએપ મેસેજ કોર્ટમાં શેર કરાયા હતા. જેમાં તેણે સ્ત્રીઓ માટે એલફેલ લખ્યું હતું.
(Image: Essex Police)