અમેરિકાની સોસિયલ મીડિયા કંપની ટ્વીટર અને ભારત સરકાર આમને સામને આવી ગયા છે. કેટલાંક એકાઉન્ટ બ્લોક કરવાના ભારત સરકારના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરતાં ટ્વીટરે બુધવારે જણાવ્યું હતું કે સરકારનો આદેશ ભારતના કાયદાને સુસંગત નથી. બીજી તરફ રાજકીય નેતાઓએ ટ્વીટરના સ્થાનિક હરીફ એપ Kooનો ઉપયોગ કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો. સરકારના કેટલાંક પ્રધાનો પણ ટ્વીટરની જગ્યાએ સ્થાનિક એપનો ઉપયોગ કરવા લાગ્યા છે.
બુધવારે બ્લોકપોસ્ટમાં ટ્વીટરે જણાવ્યું હતું કે તેને સરકારની કેટલીક રિકવેસ્ટનું પાલન કર્યું નથી, કારણ તે ભારતના કાયદા મુજબ નથી. ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે કંપનીના એક્ઝિક્યુટિવ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની બેઠક પહેલા તેનો બ્લોગપોસ્ટ પબ્લિશ કરવાની બાબત અસાધારણ છે.
ટ્વીટરના વિરોધમાં આઇટી મંત્રાલયે તેનું પ્રથમ તેનું નિવેદન સ્થાનિક એપ Koo પર પોસ્ટ કર્યું હતું. લોગોમાં યલો બર્ડ ધરાવતા પ્લેટફોર્મ Kooએ જણાવ્યું હતું કે છેલ્લાં બે દિવસમાં ડાઉનલોડ ત્રણ દસ વધીને આશરે ત્રણ મિલિયન થયા છે. આ પ્લેટફોર્મના સ્થાપક મયંક બિડાવાટકાએ જણાવ્યું હતું કે છેલ્લાં 48 કલાકમાં સૌથી વધુ સંખ્યામાં સાઇન-અપ્સ થયા છે.
1.3 બિલિયનની વસતી ધરાવતા ભારતમાં ટ્વીટરનું માર્કેટ ઘણું મોટું છે. તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટ પ્રધાનો પણ વ્યાપક ઉપયોગ કરે છે. સરકાર સાથે વિવાદ બાદ ભારતના ઘણા રાજકીય નેતાઓ અને યુઝર્સ હવે ટ્વીટર જેવા સોસિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્લેટફોર્મ ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું.
બુધવારે #kooapp ભારતમાં ટોપ ટ્વીટર ટ્રેન્ડ બન્યું હતું અને 21,000 પોસ્ટ થઈ હતી. આ પછી #BanTwitter સૌથી વધુ ટ્રેન્ડ થયા હતા.
ભારતના વેપાર પ્રધાન પીયુષ ગોયલે ગયા સપ્તાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું હવે Koo એપનો ઉપયોગ કરું છું. ટ્વીટરમાં 9.6 મિલિયનન ફોલોઅર્સ ધરાવતા ગોયલે લોકોને ભારતીય પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ અને આઇટીના વડા અમિલ માલવિયા પણ બુધવારે Kooમાં જોડાયા હતા.