ભારત સરકારે દેશમાં કોરોનાના સ્થિતિની ચર્ચા કરવા ચાર ડિસેમ્બરે સવારે 10.30 વાગ્યે તમામ પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી છે. વીડિયો કોન્ફરન્સિંગથી થનારી આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે, એમ સોમવારે સૂત્રોએ જણાવ્યું હતું. સંસદીય બાબતોનું મંત્રાલય આ બેઠકનું સંકલન કરી રહ્યું છે અને તમામ પક્ષોના નેતાઓ સાથે મંત્રણા ચાલે છે. સરકારે કોરાના મુદ્દે બીજી વખત તમામ પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે.