વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરુઆત કરાવશે. આ પ્રસંગે પર મોદી CO-WIN એપ પણ લોન્ચ કરશે. આ પહેલા દેશભરમાં કોરોના વેક્સીન પહોંચાડવાનું કામ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની રસી કોવેક્સીનને દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવી છે.
સરકારે સ્વદેશી વેક્સિન કોવિક્સિનના 56 લાખ ડોઝની મંગળવારે ખરીદી કરી હતી. દેશમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વકર્સને રસી આપવાની શરૂઆત થશે.