તમામ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી મુંબઈ ત્રાસવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ હવે તેના ભારતમાં પ્રત્યાર્પણ સામે અમેરિકાની સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
ભારતે 2008ના મુંબઈ આતંકી હુમલામાં સંડોવણી બદલ રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. નીચલી અદાલતો અને ઘણી ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી રાણાએ છેલ્લે સાન ફ્રાન્સિસ્કોમાં નોર્થ સર્કિટ માટેની યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં અરજી કરી છે.
23 સપ્ટેમ્બરે સર્કિટ કોર્ટે ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટેના અદાલતોના નિર્ણયો પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી 13 નવેમ્બરે રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ “પિટિશન ફોર સર્ટિઓરારી” દાખલ કરી હતી. લાંબી કાનૂની લડાઈમાં રાણા માટેની આ છેલ્લી કાનૂની તક છે. આ અરજીમાં પણ રાણાએ અગાઉ જેવી દલીલ કરતાં જણાવ્યું હતું કે
રાણા એ જ દલીલ કરે છે કે મુંબઈ પર 2008ના આતંકવાદી હુમલાને લગતા આરોપોમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઑફ ઈલિનોઈસ (શિકાગો)માં ફેડરલ કોર્ટમાં તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં આતંકવાદી હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકોના મોત થયા હતાં અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.