ભારતમાં એક જ દિવસમાં 83,809 પોઝિટિવ કેસ સાથે કોરોના વાઇરસના કેસોની સંખ્યા 49 લાખનાં આંકને વટાવી ગઈ છે. મંગળવાર સુધીમાં દેશમાં 38,59,399 દર્દી રિકવર થયા છે અને તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને 78.28 ટકા થયો છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટામાં જણાવાયું છે.
આરોગ્ય મંત્રાલયના મંગળવાર સવાર આઠ વાગ્યાના ડેટા મુજબ દેશમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 49,30,236 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વટીને 80,776 થયો છે. છેલ્લાં 24 કલાકસમાં 1,054 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં 9,90,061 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના આશરે 20.08 ટકા છે. ભારતમાં સાત ઓગસ્ટે કોરોના કેસનો કુલ આંક 20 લાખને પાર કરી ગયો હતો અને 22 ઓગસ્ટે આ સંખ્યા 30 લાખને પાર કરી ગઈ હતી. પાંચ સપ્ટેમ્બરર સુધીમા કુલ કેસ વધીને 40 લાખને પાર કરી ગયા હતા.