NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI4_1_2021_0010100001)

ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 72,330 કેસ નોંધાયા હતા, જે 11 ઓક્ટોબર 2020 પછી સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 459 લોકોન મોત થયા હતા, જે આશરે 116 દિવસમાં સૌથી ઊંચો દૈનિક મૃત્યુઆંક છે. દેશમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,22,21,65 થઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 1,62,927 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું હતું.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 22માં દિવસે વધીને 5,84,055 થઈ હતી, જે કુલ કેસના આશરે 3.78 ટકા થાય છે. રિકવરી રેટ ઘટીને 93.89 ટકા થયો હતો. અગાઉ 11 ઓક્ટોબરે કોરોના વાઇરસના નવા 74,383 કેસ નોંધાયા હતા.

દેશમાં એક દિવસમાં થયેલા કુલ 459 મોતમાંથી મહારાષ્ટ્રમાં 227, પંજાબમાં 55, છત્તીસગઠમાં 39, કર્ણાટકમાં 26, તમિલનાડુમાં 19, કેરળમાં 15 તથા દિલ્હી અને ઉત્તરપ્રદેશ પ્રત્યેકમાં 11ના મોત થયા હતા.