કોરોના વાઇરસના કેસોની કુલ સંખ્યા 50 લાખના આંકને વટાવી ગઇ હોય તેવો ભારત વિશ્વમાં અમેરિકા પછીનો બીજો દેશ બન્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના કેસોની સંખ્યા વધીને 50,20,359 થઈ છે. બુધવારની સવાર સુધીના છેલ્લાં 24 કલાકમાં દેશમાં 1,290 લોકોના મોત થયો છે અને કોરોનાના 90,123 નવા કેસ નોંધાયા છે, એમ આરોગ્ય મંત્રાલયને ડેટામાં જણાવાયું છે.
કોરોના વાઇરસથી ભારતમાં અત્યાર સુધી 82,066 લોકોના મોત થયો છે. દેશમાં 78.52 ટકાના રિકવરી રેટ સાથે આશરે 39 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયો છે. છેલ્લાં 24 કલાકમાં આશરે 83,000 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેનાથી રિકવરી રેટ પણ નવા કેસોની સંખ્યાની નજીક પહોંચ્યો છે. દેશમાં હાલ 9.95 લાખ એક્ટિવ છે, જે કુલ કેસના આશરે 20 ટકા છે. છેલ્લાં એક સપ્તાહમાં મંગળવારને બાદ કરતાં દરરોજ 90,000થી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં કુલ આંકડો 10.7 લાખનો છે. દેશના કુલમાંથી આશરે 48.8 ટકા કેસો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં છે.