ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15,388 નવા કેસ નોંધાયા હતા અને 77 વ્યક્તિના મોત થયા હતા, એમ મંગળવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી આશરે 50 ટકા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા.
ભારતમાં નવા કેસમાં વધારો થવાના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો હતો. જોકે, છેલ્લાં 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કરતા નવા કેસની સંખ્યા ઓછી નોંધાઈ હતી. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 16,596 લોકો કોરોનાને હરાવીને સાજા થયા હતા.. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,87,462 પર પહોંચી હતી.
મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1,12,44,786 પર પહોંચ્યો હતા. જ્યારે વધુ 77ના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1,57,930 થયો થયો હતો. દેશમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 1,08,99,394 થઈ હતી. ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના જણાવ્યા મુજબ કુલ 22,27,16,796 લોકોના કોરોના વાયરસના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી છેલ્લાં 24 કલાકમાં 7,48,525 લોકો ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં અત્યાર સુધીમાં 2,30,08,733 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે. હાલ દેશમાં મહારાષ્ટ્રમાં સોથી ખરાબ સ્થિતિ છે, છેલ્લાં 24 કલાકમાં વધુ નવા 8,744 કોરોના કેસ નોંધાયા હતા અને 22 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 22,28,471 થયો હતો, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 97,637 થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 52,500 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો હતો.