ભારતમાં કોરોના વાઇરસથી બુધવારે 3,847 લોકોના મોત થયા હતા અને નવા 2.11 લાખ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા ડેટા મુજબ કોરોનાના નવા કેસોની સંખ્યામાં મંગળવાના કેસની સરખામણીમાં સામાન્ય વધારો થયો છે. ગઈકાલે 2.8 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લાં 24 કલાકમાં 2.11 લાખ નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુઆંકમાં 300 અંક જેટલો ઘટાડો નોંધાયો છે. એક્ટિવ કેસનો આંકડો ઘટીને 25 લાખની અંદર આવી ગયો છે.
દેશાં નવા કેસ સામે 2,83,135 દર્દીઓ સાજા થયા હતા. વધુ 2.11 લાખ નવા કેસ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,73,69,093 થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક 3,15,235 પર પહોંચી ગયો છે.
વધુ 2,83,135 દર્દીઓ 24 કલાકમાં સાજા થતા ભારતમાં કોરોનાને હરાવીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,46,33,951 થઈ ગઈ છે. સતત નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઊંચી નોંધાતી હોવાથી એક્ટિવ કેસ ઘટીને 24,19,907 થઈ ગયા છે.