(istockphoto.com)

ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા 29 ઓક્ટોબરથી ચાર નવેમ્બર 2020 દરમિયાન ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની મુલાકાત લેશે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટન ભારતના વ્યૂહાત્મક ભાગીદાર દેશો છે અને આ દેશો સાથે ભારત ગાઢ સંબંધો ધરાવે છે. આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં ઝડપથી વધારો થયો છે.

આ મુલાકાત દરમિયાન વિદેશ સચિવ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને અને પરસ્પરના હિતોના મુદ્દાની ચર્ચા કરશે. તેઓ આ ત્રણ દેશમાં બિઝનેસમેન, શિક્ષણવિદો, બૈૌદ્ધિકો અને મીડિયાના નિષ્ણાતો સાથે પણ વિચારવિમર્શ કરશે. વિદેશ સચિવ કોરોના મહામારી અને તેની અસરોનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સહકારની ચર્ચા કરશે.

ફ્રાન્સ, જર્મની અને બ્રિટન સાથે ભારતના સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના પાયા પર આધારિત છે. ભારત આ દેશો સાથે નોંધપાત્ર વેપારી સંબંધો ધરાવે છે અને આ દેશોમાંથી ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણપ્રવાહ આવે છે.