અમેરિકા વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનની કિવની મુલાકાતના સમયે રશિયાના લશ્કરી દળોઓ બુધવારે યુક્રેનને પૂર્વીય શહેર કોસ્ટિયન્ટીનિવકા પર કરેલા ભયાનક તોપમારોમાં ઓછામાં 16 લોકોના મોત થયા હતા અને 28 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 20 દુકાનો, પાવર લાઈનો, સરકારી ઓફિસ અને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગના ફ્લોરને નુકસાન થયું હતું.
બ્લિંકન આ મુલાકાત દરમિયાન 1 અબજ ડોલરની સહાયની જાહેરાત કરી શકે છે.
કોસ્ટિઅન્ટિનીવકામાં હુમલાના સ્થળે જમીન પર ઢંકાયેલા મૃતદેહો જોવા મળ્યા હતા. ઇમર્જન્સી વર્કર્સ બજારના સ્ટોલ પર લાગેલી આગ ઓલવતાનો પ્રયાસ કરતા હતા. વડાપ્રધાન ડેનિસ શ્મિહલે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. ગૃહ પ્રધાન ઇહોર ક્લાયમેન્કોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 28 ઘાયલ થયાં હતાં. કટોકટી સેવા કર્મચારીઓએ આગને બુઝાવી દીધી હતી પરંતુ તેનાથી આઉટડોર માર્કેટમાં લગભગ 30 પેવેલિયનને નુકસાન થયું હતું.
રશિયના રાત્રીના સમયે કીવ પર ક્રૂઝ મિસાઇલ પણ છોડી હતી. 30 ઓગસ્ટ પછી યુક્રેનની રાજધાની પર રશિયાનો આ પ્રથમ હવાઇ હુમલો હતો. આ મિસાઇલ કિવના એક બિઝનેસ પર પડી હતી અને તેનાથી આગ લાગી હતી. જોકે કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ઓડેસા પ્રદેશમાં ઇઝમેલ બંદર પર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં ગ્રેઇન એલિવેટર્સ, વહીવટી ઇમારતો અને કૃષિ સાહસોને નુકસાન થયું હતું.
દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન બ્લિંકન ત્રણ મહિનાથી યુક્રેન દ્વારા થઈ રહેલા વળતા હુમલા પછીની સ્થિતિનો તાગ મેળવવા માટે કીવ આવી પહોંચ્યા હતા અને તેમણે આ યુદ્ધમાં અમેરિકાના સતત સમર્થનનો સંકેત આપ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી એક બિલિયન ડોલરની નવી સહાયની જાહેરાત કરશે. જોકે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે યુક્રેનને યુએસની સહાયથી આ યુદ્ધની કોઇ અસર થશે નહીં