બોરિસ જ્હોન્સને પ્રથમ વખત બ્રિટનના નવા વાદળી રંગના નવા પાસપોર્ટને જાહેર કરી તેનુ બ્રાન્ડીંગ કરવાનુ શરૂ કર્યુ હતુ. પરંતુ તે પાસપોર્ટ પોલેન્ડમાં બનાવવામાં આવ્યો હોવાનુ જાહેર થતાં જ બ્રેક્ઝિટ સમર્થકો તેમને મહેણાં મારી રહ્યા છે. આ બ્લુ પાસપોર્ટ આવતા મહિનાથી અરજદારોને આપવામાં આવશે.
નવા પાસપોર્ટનો રંગ 1988 પહેલાં જારી કરવામાં આવતા હતા તેવો જૂની શૈલીના બ્રિટીશ પાસપોર્ટ જેવો જ હશે. તેનુ પાછલુ કવર ઇંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સનુ પુષ્પ ચિહ્નો ધરાવતુ હશે. તે ટેકનીકની રીતે અત્યાર સુધીનો સૌથી વધુ અદ્યતન બ્રિટીશ પાસપોર્ટ” હશે અને તેની નકલ કરવી મુશ્કેલ હશે. ઇ.યુ. પ્રાપ્તિના નિયમો હેઠળ આ પાસપોર્ટ્સ પોલેન્ડની એક ફેક્ટરીમાં ફ્રેન્કો / ડચ કંપની દ્વારા બનાવવામાં આવશે.