દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટીના વડા અને વિદેશની તેજસ્વી પ્રતિભાઓને આંચકી લેવા બદલ પશ્ચિમી દેશોની ટીકા કરનાર 55 વર્ષના પ્રોફેસર એડમ હબીબ લંડનમાં આવેલી સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝના નવા વાઇસ ચાન્સેલર બનશે. તેઓ 2013થી વિટ્સ યુનિવર્સિટીનો હવાલો સંભાળી રહ્યા છે. તેમના મતે સમૃદ્ધ દેશો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને વિકાસશીલ દેશોની પ્રગતિને “નબળી” કરી હતી અને આવા 85 ટકા લોકો તેમના દેશમાં પાછા જતા નથી.
સોઆસ 1916માં સ્થપવામાં આવી હતી અને 3 વર્ષમાં અંડરગ્રેજ્યુએટની પ્રવેશ સંખ્યા ત્રીજા ભાગ કરતા વધુ ઘટી છે અને 2018માં એકંદરે £ 1.2 મિલિયનની ખાધ્ય હતી. UCLના નવા વાઇસ ચાન્સેલર સિડની યુનિવર્સિટીના માઇકલ સ્પેન્સ બનશે.