અમેરિકામાં આઇફોન બેટરીગેટની કેસની પતાવટ માટે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એપલ 113 મિલિયન ડોલર ચુકવશે. કંપની સામે આરોપ છે કે તેને વર્ષ 2016માં એપલે આઈફોન 6, 7 અને એસઈના મોડેલનું અપડેટ જારી કર્યુ હતું. જેનાથી જૂના આઈફોન સ્લો થઈ ગયા હતા અને ગ્રાહકોને નવા ફોન ખરીદવાની ફરજ પડી હતી.
કેલિફોર્નિયાના એટર્ન જનરલ ઝેવિયર બસેરાએ કહ્યું હતું કે આ દંડ અમેરિકાના 33 રાજ્યો અને કોલંબિયા ડીસી તરફથી દાખલ અરજીના નિકાલ દરમિયાન લગાવાયો હતો. અહેવાલો અનુસાર, એપલ આ દંડ ચૂકવવા માટે તૈયાર થઈ છે પરંતુ તેણે ભૂલ હોવાનું સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. 2017માં એપલની આ અયોગ્ય વ્યૂહરચના બહાર આવી હતી અને તેનાથી સમગ્ર અમેરિકામાં તેની ટીકા થઈ હતી.