Book Beyond Grievance What the Left Gets Wrong about Ethnic Minorities

‘બિયોન્ડ ગ્રીવીયન્સ: વોટ ઝ લેફ્ટ ગેટ્સ રોંગ અબાઉટ એથનિક માઇનોરીટીઝ’ પુસ્તક ઉદારવાદી સર્વદેશીવાદ (લિબરલ કોસ્મોપોલીટાલીઝમ) વચ્ચેના વધતા તણાવને પ્રકાશિત કરે છે, જે મોટાભાગના બ્રિટિશ રાજકીય ડાબેરીઓની વ્યાખ્યા કરે છે અને બ્રિટનના ઘણા વંશીય-લઘુમતી સમુદાયોમાં ઊંડે સુધી ફેલાયેલા દેશભક્તિ આધારિત ફેઇથ બેઝ્ડ રૂઢિચુસ્ત લોકોનો મત રજૂ કરે છે. યુકેમાં અમેરિકન-શૈલીની વંશીય ઓળખની રાજનીતિના મૂળિયા સાથે આ પુસ્તક દલીલ કરે છે કે ઘણા ઉદાર-ડાબેરીઓ ઐતિહાસિક રીતે લેબર વોટીંગ, ઘણા અશ્વેત અને એશિયન બ્રિટિશ વંશીય-લઘુમતી સમુદાયોમાં વ્યાપેલા ફેઇથ, ફેમિલા અને ફ્લેગના ખૂબ જ મહત્વપૂર્ણ પરંપરાગત જોડાણોની અવગણના કરી રહ્યા છે.

રકીબ એહસાન દલીલ કરે છે કે બ્રિટનને એક મજબૂત નાગરિક (સીવીક) દેશભક્તિની જરૂર છે. જે જાણે છે કે સ્થિર કુટુંબનું યુનિટ એ માનવજાત માટે જાણીતી સામાજિક સુરક્ષાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે; એક સાંસ્કૃતિક વ્યવસ્થા છે, જે પ્રશંસા કરે છે કે વિશ્વાસ એ સમુદાયોની વિવિધતામાં શક્તિ અને આશાવાદનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આધુનિક બ્રિટિશ ડાબેરીઓ પર આદિવાસી ઓળખની રાજનીતિ અને કટ્ટરપંથી સાંસ્કૃતિક ઉદારવાદના ઝેરી મિશ્રણને ખૂબ જ જરૂરી સુધારણા પૂરી પાડતુ આ પુસ્તક કુટુંબ, સુરક્ષા અને તકની સમાનતામાં મૂળ ધરાવતા સમાવેશી ‘સામાજિક-ન્યાય પરંપરાવાદ’ માટેનો કેસ રજૂ કરે છે.

પુસ્તક સમિક્ષા

  • ‘જ્યારે ઓળખની રાજનીતિ, આદિજાતિવાદ અને સામાજિક એકતાની આસપાસની તીવ્ર રાષ્ટ્રીય ચર્ચાની વાત આવે છે, ત્યારે રાકિબ એહસાનનો અવાજ આકર્ષક લાગે છે. તેઓ જોશ અને – સૌથી નિર્ણાયક રીતે – એક અસ્પષ્ટ પ્રામાણિકતા સાથે બોલે છે અને લખે છે. – પૌલ એમ્બેરી, ડિસ્પાઇઝ્ડઃ વ્હાય ધ મોર્ડન લેફ્ટ લોથ્સ ધ વર્કિંગ ક્લાસના લેખક
  • ‘બિયોન્ડ ગ્રિવેન્સ’ એ ડાબેરીઓને પીડિત ભોગવિલાસનો ત્યાગ કરવા અને તેના બદલે વિવિધ વંશીય લઘુમતી જૂથો અને વ્યક્તિઓની વૈવિધ્યસભર અને અસાધારણ જીતની ઉજવણી કરવા ભરપૂર વિનંતી કરે છે. આપણા બધા માટે આ જાગવાનો કોલ છે – કેથરીન બીરબલસિંહ, મીકેલા સ્કૂલમાં હેડ ટીચર
  • પુસ્તક ઘણી બધી દંતકથાઓનો પર્દાફાશ કરી દર્શાવે છે કે આપણા વંશીય લઘુમતી સમુદાયોના પરંપરાગત મૂલ્યોમાં તાકાત છે’ – લોર્ડ મૌરીસ ગ્લાસમેન, બ્લુ લેબરના લેખક

લેખક પરિચય:

ડૉ. રકીબ એહસાન રીસર્ચ એનાલીસ્ટ, ટ્રેડ યુનિયનિસ્ટ અને લેખક છે. તેઓ સામાજિક એકતા, જાતિ સંબંધો અને જાહેર સુરક્ષાની બાબતોમાં નિષ્ણાત છે. અગાઉ સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસમાં વરિષ્ઠ ડેટા વિશ્લેષક તરીકે કામ કરનાર રકીબનું સંશોધન હેનરી જેક્સન સોસાયટી, પોલિસી એક્સચેન્જ, રેસપબ્લિકા, રન્નીમેડ ટ્રસ્ટ અને ઇન્ટરજનરેશનલ ફાઉન્ડેશન જેવી થિંક-ટેન્ક્સ દ્વારા પ્રકાશિત કરાયું છે.

રાકિબે ધ ટેલિગ્રાફ, ડેઈલી મેઈલ, ઈન્ડિપેન્ડન્ટ સહિતના પ્રકાશનો માટે લખ્યું છે. તેઓ BBC, Sky News અને LBC સહિત નિયમિત ટીવી અને રેડિયો કોમેન્ટેટર છે. વેસ્ટ લંડનમાં જન્મેલા રાકિબનો ઉછેર લુટનમાં બાંગ્લાદેશી પરિવાર દ્વારા થયો હતો.

Book: Beyond Grievance: What the Left Gets Wrong about Ethnic Minorities

Author: by Rakib Ehsan

Publisher ‏ : ‎ Forum

Price: £16.99

LEAVE A REPLY