અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં જો બિડેને બે મહત્ત્વના રાજ્યોમાં વિજય બાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિજયની આગાહી કરી હતી, પરંતુ રિપબ્લિકન પ્રેસિડન્ટે ગોટાળાનો આક્ષેપ કરીને ત્રણ રાજ્યો માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટ્રમ્પે ફરી મતગણતરીને માગણી કરી હતી. મતગણતરીને છેલ્લાં અહેવાલ મુજબ બિડેનને 264 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 214 ઇલેક્ટ્રોકલ વોટ મળ્યા છે. પ્રેસિડન્ટ બનવા માટે 270ના જાદુઈ આંકની જરૂર છે. મતગણતરી હજુ ચાલુ છે અને અમેરિકામાં વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન ચાલુ થયા હતા. પોલીસે અત્યાર સુધી 50થી વધુ લોકોની ધરપકડ છે.
ટ્રમ્પે વિસ્કોન્સિનમાં ફરી મતગણતરીને માગણી કરી હતી. તથા મિશિગન અને પેન્સિલવેનિયામાં મતગણતરી અટકાવવા માટે કોર્ટમાં રજૂઆત કરી છે. મિશિગનના સેક્રેટરી ઓફ સ્ટેટે આ લોસ્યુટને ખોટો ગણાવ્યો હતો. જ્યોર્જિયામાં પણ મતગણતરી ન કરવાની ટ્રમ્પની પાર્ટીએ માગણી કરી છે.
વિજયથી થોડા દૂર ટ્રમ્પે ડેમોક્રેટિકના અંકુશ હેઠળ વ્હાઇટ હાઉસમાં પરિવર્તન માટે વેબસાઇટ લોન્ચ કરી હતી. જોકે ટ્રમ્પ દિવસ દરમિયાન ટ્વીટર પર પોતાનો રોષ ઠાલવતા રહ્યાં હતા.
બિડેનને મિશિગન અને વિસ્કોન્સિનમાં વિજય મળે તેવો અંદાજ છે. તેનાથી 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં તેમના પ્રવેશનો માર્ગ મોકળો થઈ શકે છે. આ બંને રાજ્યોમાં 2016માં ટ્રમ્પનો વિજય થયો હતો. ટ્રમ્પ પાસે બીજી ટર્મ મેળવવાના ઓછા વિકલ્પ છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં હાલ ટ્રમ્પ માટે ચઢાણ કઠિન જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં પાતળા માર્જિનથી બાઈડનથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે બીજી તરફ, તેમને આકરી ટક્કર આપી રહેલા ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન નેવાડા, મિશિગન અને વિન્સકોન્સિનમાં જીત મેળવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં આ પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે. હાલ તો બાજી બાઈડનના હાથમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, બાઈડન 264 ઈલેક્ટોરલ વોટ જીતી ચુક્યા છે. ટ્રમ્પના ખાતામાં 214 વોટ છે. બાઈડને તેમની પાર્ટીના બરાક ઓબામાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ગુરુવાર સવાર સુધી બાઈડન 7 કરોડ 10 લાખ વોટ મેળવી ચુક્યા હતા. 2008માં ઓબામાને 6 કરોડ 94 લાખ 98 હજાર 516 વોટ મળ્યા હતા.