ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)ના સભ્ય અને સિનિયર વકીલ ઝફરિયાબ જિલાનીએ બુધવારે જણાવ્યું હતું કે બાબરી ધ્વંસ કેસમાં તમામ 32 આરોપને નિર્દોષ જાહેર કરતા સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને હાઇ કોર્ટમાં પડકારવામાં આવશે.
જિલાનીએ જણાવ્યું હતું કે સાક્ષીઓના અનેક નિવેદનો છે અને ગુનાહિત કેસોમાં તે મહત્ત્વના છે. સીબીઆઇ કોર્ટે પુરાવાની અવગણના કરીને ચુકાદો આપ્યો છે અને તેથી મુસ્લિમો હાઇ કોર્ટમાં તેને પડકારશે. AIMPLB પણ એક પક્ષકાર બને તેવી શક્યતા છે. સીબીઆઇ કોર્ટે ભારતના નેતા એલ કે અડવાણી, એમ એમ જોશી સહિતના તમામ આરોપોની બુધવારે નિર્દાષ જાહેર કર્યા હતા.