બાંગ્લાદેશમાં હિન્દી વિધવાને તેમના સ્વર્ગસ્થ પતિની કૃષિ અને બિનકૃષિ બંને પ્રકારની જમીનના હક મળશે. દેશની ટોચના કોર્ટે હિન્દુ વિધવાના તરફેણમાં ચુકાદો આપ્યો છે.
બાંગ્લાદેશની હાઇ કોર્ટે બુધવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે કૃષિ અને બિનકૃષિ જમીનને કોઇ પણ રીતે અલગ કરવામાં આવી હતી. તેથી હિન્દુ વિધવાને તેમના પતિની જમીન મેળવવાનો હક છે. હાલના કાયદા મુજબ દેશમાં હિન્દુ વિધવાને પતિના માત્ર મકાન કે ફાર્મ હાઉસનો હક મળે છે. તેમને કૃષિ જમીન જેવી બીજી મિલકતનો ભાગ મળતો નથી.
કોર્ટના આદેશમાં જણાવાયું હતું કે હિન્દુ વિધવાને પતિની કૃષિ અને બિનકૃષિ બંને પ્રકારની જમીનના હકો મળે છે. તેમને જીવન દરમિયાન કાનૂની જરૂરિયાત માટે આ જમીન વેચવાનો પણ હક મળે છે. ખુલના જિલ્લાના જ્યોતિન્દ્રનાથ મોંડલે દાખલ કરેલી સિવિલ રિવિઝન પિટીશનને પગલે હાઇ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. જ્યોતિન્દ્રનાથે નીચલી અદાલતના આદેશને પડકાર્યો હતો. સાત 2004ના રોજ ખુલનાના જોઇન્ટ ડિસ્ટ્રિક જજે જણાવ્યું હતું કે જ્યાોતિન્દ્રનાથના નાના ભાઇની વિધવા ગૌરી દાસીને સ્વર્ગસ્થ પતિની કૃષિ જમીનનો હક મળશે. આ જમીન 1996થી ગૌરીના નામે છે. જ્યોતિન્દ્રનાથે ગૌરી દાસીના નામના જમીન રેકોર્ડને પડકાર્યા હતા.