બજેટ સંતુલિત અને વ્યવહારિક : FICCI

0
1221

ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના અધ્યક્ષ બેરોનેસ પ્રાશરે વૈશ્વિક સ્તરે ફાટી નીકળેલા કોવિડ -19ની પૃષ્ઠભૂમિ સામે ચાન્સેલર ઋષી સુનક દ્વારા જાહેર કરાયેલા બજેટને સંતુલિત અને વ્યવહારિક ગણાવાયુ હતુ.

બજેટ અંગે ટિપ્પણી કરતા બેરોન્સ પ્રાર્શરે જણાવ્યુ હતુ કે “રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક વર્ષમાં રોકાણ વધીને 22 બિલીયન પાઉન્ડ અને સ્ટાર્ટઅપ લોન્સના વિસ્તરણ માટે નવી £130 મિલિયનની જાહેરાતથી ઇનોવેશન અને એન્ટ્રપ્રેન્યોરશીપને મોટો વેગ મળશે. જોકે, હેલ્થ સરચાર્જ 620 પાઉન્ડનો કરાતા વિદેશી કુશળ કામદારો માટેની પહેલેથી જ મોંઘી વિઝા ફી વધુ મોંઘી થશે. યુકેમાં કાર્યરત ભારતીય ઉદ્યોગો પર આ એક વધારાનો બોજો પડશે.”

FICCI યુકે કાઉન્સિલના ફાઇનાન્સિયલ સર્વિસ કમિટીના અધ્યક્ષ અને ICICI બેંક યુકેના એમડી અને સીઇઓએ શ્રી લોકનાથ મિશ્રાએ જણાવ્યુ હતુ કે ‘’કોરોના વાયરસ દ્વારા ઉભા થયેલા વર્તમાન સંકટ સામે બેન્ક ઑફ ઇંગ્લેંડે વ્યાજના દરમાં ઘટાડો કરી સમયસર અને પ્રમાણસર પ્રતિક્રિયા આપી છે. આ ઘોષણાથી વ્યવસાયોને તેમના ક્રેડીટ ફ્લોનુ સંચાલન કરવામાં અને કેશ ફ્લોને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ મળશે.”