સ્વિંડનના ડર્બી ક્લોઝ ખાતે આવેલા મંદિરને બંધ કરવાની ફરજ પાડવામાં આવ્યાના ત્રણ મહિના પછી સ્વિંડન કાઉન્સિલ પર શહેરમાં હિંદુ મંદિર ફરીથી ખોલવા માટે દબાણ થઇ રહ્યું છે. સ્વિન્ડન બરો કાઉન્સિલે મંદિરની લીઝ તાત્કાલિક અસરથી સમાપ્ત કર્યા પછી સ્વિંડનમાં હિન્દુ સમુદાયના લોકોએ દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો હતો.
કાઉન્સિલે જણાવ્યું હતું કે ડર્બી ક્લોઝ પરના મંદિરમાં પાંચમી વખત ચોરી અને બ્રેક-ઇન થયા પછી સલામતીના મુદ્દાઓને કારણે તેમને બિલ્ડિંગને બંધ કરવાની ફરજ પડી હતી. તે બિલ્ડીંગ તૂટી ગયું હતું અને કેબલિંગને અને સબસ્ટેશનને નુકસાન થયું હતું. પરિણામે, ઇલેક્ટ્રીકના અર્થિંગ અંગે ચિંતાઓ ઉભી થઇ હતી. પત્રમાં કાઉન્સિલે જણાવ્યું હતું કે નુકસાનના સ્તરને લીધે, તેઓ બિલ્ડિંગને ફરીથી સ્થાપિત કરવામાં સક્ષમ ન હતા અને તેને અયોગ્ય ગણી છોડી દીધું હતું.
સ્વિન્ડન બરો કાઉન્સિલે હિંદુ સમુદાય માટે નવું મંદિર શોધવા માટે પ્રતિબદ્ધ છે એમ જણાવ્યું છે. તા. 20ને ગુરૂવારે રાતે મળેલી બરો કાઉન્સિલની બેઠકમાં એક પ્રસ્તાવ મંજૂર કરાયો હતો જેમાં કાઉન્સિલ મંદિર માટે જગ્યાની શોધ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે અને હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટને તેમના નવા સ્થાનની શોધમાં ટેકો આપશે એમ જણાવાયું હતું.
લેબર નેતા જિમ ગ્રાન્ટે મૂળ દરખાસ્તને આગળ ધપાવતા કહ્યું હતું કે “આ દેશમાં હિંદુ સમુદાયે ઘણું મોટું યોગદાન આપ્યું છે. તેઓ અમારા સમુદાયનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેઓ પૂજા કરવા માટે લાયક છે. હું જોવા માંગુ છું કે આપણે આ સાથે કેવી રીતે આગળ વધી શકીએ. સમુદાયને પૂજા કરવા માટે એક નવું સ્થાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું. સ્વિંડનમાં મંદિરની સ્થાપના માટે ઘણી વ્યાપક જરૂર છે”.
કન્ઝર્વેટિવ કાઉન્સિલરોએ દાવો કર્યો હતો કે આ મુદ્દાનું બિનજરૂરી રીતે રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે.
પ્રાયોરી વેલના કન્ઝર્વેટિવ કાઉન્સિલર વિનય મુનરોએ જણાવ્યું હતું કે “કાઉન્સિલ અને આ વહીવટીતંત્ર પહેલેથી જ મંદિર ટ્રસ્ટ સાથે સક્રિય રીતે બેઠક કરી રહ્યું છે અને જગ્યા બતાવી અને ઓફર કરી ચૂકી છે.
કાઉન્સિલ રાહુલ તરારએ ઉમેર્યું હતું કે “કંઈક પહેલેથી જ પ્રક્રિયામાં છે” તેના માટે આ મોશનમાં પૂછાય છે.
(Local Democracy Reporting Service)