કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાથમાં બંધારણની નકલ રાખીને ગુરુવારે લોકસભા સાંસદ તરીકે શપથ લીધા હતાં. 52 વર્ષીય પ્રિયંકાના શપથ સાથે ભારતની સંસદમાં ગાંધી પરિવારના ત્રીજા સભ્યની એન્ટ્રી થઈ છે. હાલમાં તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય છે, જ્યારે રાહુલ ગાંધી લોકસભાના સભ્ય છે.
પ્રિયંકા ગાંધી શપથ લેવા ઊભા થયા ત્યારે કોંગ્રેસી સાંસદોએ ‘જોડો જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. આ સમયની સંસદની ગેલેરીમાં પતિ રોબર્ટ વાડ્રા, પુત્ર રાયહાન અને પુત્રી મિરાયા બેઠા હતાં.
પ્રિયંકા ગાંધી 2019માં સક્રિય રાજકારણમાં જોડાયા હતા. તેના પાંચ વર્ષ બાદ પ્રિયંકા ગાંધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તેમની રાજકીય યાત્રા શરૂ કરી હતી. કેરળની વાયનાડ લોકસભા બેઠક પર તેમનો 4.1 લાખથી વધુ મતો વિજય થયો હતો.