ANI

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાનાર મહાકુંભ મેળાની  ભારત સહિત 100 દેશોના 45 કરોડ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે તેવો અંદાજ છે. મહાકુંભ માટે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. દોઢ મહિનાના સમયગાળામાં 15થી 20 લાખ વિદેશીઓ પ્રવાસીઓ પણ  મુલાકાત તે તેવી ધારણા છે, એમ કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું.

શેખાવતે જણાવ્યું હતું કે આગામી વર્ષની શરૂઆતમાં મહાકુંભ મેળો યોજાશે. એક દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશ સરકાર અને ભારત સરકાર વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મહાકુંભ મેળાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક વિશેષ બેઠક યોજાઈ હતી.

પ્રધાને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના નિવાસસ્થાનમાં બિરાજમાન થયા પછી દેશ પ્રથમ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. મને બુધવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનું પવિત્ર સૌભાગ્ય પણ મળ્યું હતું. મંદિરમાં દીવા પ્રગટાવવાનો લહાવો મને મળ્યો હતો. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તે દિવસે ઉજવણીમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયા ત્યારે મને ત્યાં હાજર રહેવાનો લહાવો મળ્યો હતો.

 

LEAVE A REPLY