ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે અમેરિકાના પ્રમુખપદની ચુટણીમાં ઘણા રાજ્યોનાં લગભગ બે મિલિયન એટલે કે 20 લાખ હિંદુંઓની મહત્વપુર્ણ ભુમિકા રહેશે, તે સાથે જ તેમણે પોતાના સમુદાયનાં સાથી સભ્યોએ કહ્યું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો તેમનો ધર્મ છે.
હિંદુ અમેરિકન ફોર બિડેન અભિયાનની સત્તાવાર શરૂઆત દરમિયાન કૃષ્ણમૂર્તિએ ઓનલાઇન એક કાર્યક્રમમાં સમુદાયનાં સભ્યોએ 3 નવેમ્બરે ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદનાં ઉમેદવાર જો બિડેન અને તેમની ઉપપ્રમુખપદની ઉમેદવાર ભારતીય-અમેરિકન કમલા હેરિસને વોટ આપવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું મને લાગે છે કે હિંદુ ધર્મનો આદર્શ વસુધૈવ કુટુમ્બકમનાં કારણે જો બિડેનનું ચુંટાવું ખુબ જ મહત્વપુર્ણ છે, અમે તમામની સાથે સન્માનપુર્વક વ્યવહાર કરવા માંગીએ છિએ, કૃષ્ણમુર્તિએ કહ્યું આ આપણા જીવનની સૌથી મહત્વપુર્ણ ચુંટણી છે,