ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72મા ગણતંત્ર દિવસ સમારંભ માટે ખાસ પ્રકારની પાઘડી પસંદ કરી હતી.. તેમણે આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી હતી. જામનગરના શાહી પરિવારની તરફથી આવી હાલારી પાઘડી (રોયલ ટર્બન) તેમને ગિફ્ટમાં અપાઇ હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હાલારી પાઘડી આ વિસ્તારના સમૃદ્ધ સાંસ્કૃતિ વારસાનું પ્રતિક છે. મોદી દર વર્ષે ગણતંત્ર દિવસ પર અલગ પ્રકારની પાઘડી પહેરતા દેખાય છે. ગયા વર્ષે તેમણે બાંધણી પાઘડીપહેરી હતી જે કમર સુધીની છે. કેસરિયા રંગની પાઘડીમાં પીળો રંગ પણ હતો.