Proposal to increase passport application fee
(Photo by Christopher Furlong/Getty Images)

હોમ ઑફિસ અને HM પાસપોર્ટ ઑફિસ દ્વારા 5 વર્ષમાં પ્રથમ વખત આગામી 2 ફેબ્રુઆરી 2023ના રોજથી નવા અરજી કરનારા અથવા તેમના પાસપોર્ટને રિન્યૂ કરાવનારાઓની પાસપોર્ટ અરજીઓ માટે નવી પાસપોર્ટ ફી લેવાનો નિર્ણય કરાયો છે. આ દરખાસ્તો સંસદીય સ્ક્રુટીનીને આધીન છે.

પુખ્ત વયના લોકો માટે UKમાંથી કરાયેલ સ્ટાન્ડર્ડ ઑનલાઇન અરજી માટેની ફી £75.50થી વધારીને £82.50 અને બાળકો માટેની ફી £49થી વધારીને £53.50 કરાશે. જ્યારે પોસ્ટલ એપ્લિકેશન કરનાર પુખ્ત વયના લોકોની ફી £85થી વધારીને £93 અને બાળકો માટેની ફી £58.50થી વધારીને £64 કરાશે. પ્રાયોરીટી સર્વિસ ફી તે જ રાખવામાં આવી છે.

નવી ફી હોમ ઑફિસને તેની સિસ્ટમ તરફ આગળ વધવામાં અને ખર્ચને પહોંચી વળવામાં મદદ કરશે તથા સામાન્ય કરવેરામાંથી મળતા ભંડોળ પરની નિર્ભરતા ઘટાડશે. એ ઉલ્લેખનીય છે કે સરકાર પાસપોર્ટ અરજીઓના ખર્ચમાંથી કોઈ નફો કરતી નથી.

આ ફી પાસપોર્ટ અરજીઓની પ્રક્રિયાના ખર્ચમાં, ગુમ થયેલા અથવા ચોરાયેલા પાસપોર્ટ સહિત વિદેશમાં કોન્સ્યુલર સપોર્ટ અને યુકેની સરહદો પર બ્રિટિશ નાગરિકોની પ્રોસેસના ખર્ચમાં પણ યોગદાન આપશે. આ વધારો સરકારને તેની સેવાઓમાં સુધારો કરવાનું ચાલુ રાખવામાં પણ મદદ કરશે.

ગયા વર્ષે જાન્યુઆરીથી 95 ટકાથી વધુ સ્ટાન્ડર્ડ અરજીઓ 10 અઠવાડિયાની અંદર પ્રોસેસ કરાઇ હતી. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેમણે મુસાફરી કરતા પહેલા યોગ્ય સમયે અરજી કરવી જોઈએ. યુકે પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવી વધુ સુલભ, સરળ અને ઓછી ખર્ચાળ છે.

LEAVE A REPLY