ગુજરાતના પાટણ જિલ્લામાં મેડિકલ કોલેજના સિનિયરોના રેગિંગને કારણે કથિત રીતે 18 વર્ષીય MBBS વિદ્યાર્થીનું મોત થયું હતું. સિનિયરોએ રેગિંગ દરમિયાન ત્રણ કલાક આ વિદ્યાર્થીઓને ઊભો રાખ્યો હતો અને તેનાથી બે બેભાન થઈ ગયો હતો. શનિવારે બનેલી ઘટના અંગે કોલેજે તપાસ શરૂ કરી હતી.
મૃતક અનિલ મેથાણીયા લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે દેખીતી રીતે બેભાન થઈ ગયો હતો. તે કોલેજમાં MBBS પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, અને તેને બચાવવાનોપ્રયાસ નિષ્ફળ ગયો હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
શનિવારે રાત્રે પાટણના ધારપુર ખાતે આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની હોસ્ટેલમાં તેના સિનિયરો દ્વારા રેગિંગ દરમિયાન ત્રણ કલાક સુધી ઊભા રહેવાના કારણે પીડિત અનિલ મેથાણીયા બેભાન થઇ ગયો હતો અને કથિત રીતે તેનું મૃત્યુ થયું હતું, એમ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ જણાવ્યું હતું.
કોલેજના પ્રથમ વર્ષના મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું હતું કે સાત-આઠ સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર્સના જૂથને લગભગ ત્રણ કલાક ઊભા રહેવા અને એક પછી પોતાનો પરિચય આપવા દબાણ કર્યું હતું.