યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમના પ્રથમ ભાષણ દરમિયાન પનામા કેનાલને પરત લેવાની જાહેરાત કરી હતી. જોકે પનામા કેનાલ પાછી લેવાની ટ્રમ્પની જાહેરાતની સેન્ટ્રલ અમેરિકન દેશ પનામાએ જોરદાર વિરોધ કર્યો હતો. ટ્રમ્પે પનામા કેનાલ પાછી લેવાની જાહેરાત કરી હતી, પરંતુ કેવી રીતે લેશે તેની વિગતો આપી ન હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે “અમેરિકન જહાજો પાસેથી ઊંચા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. કોઈપણ રીતે, આકાર અથવા સ્વરૂપમાં અમેરિકા સાથે યોગ્ય વ્યવહાર થતો નથી. અમેરિકન નેવી સાથે પણ ભેદભાવ થાય છે. સૌથી વધુ મહત્ત્વનું એ છે કે પનામ કેનાલનું સંચાલન ચીન કરે છે. આપણ તે ચીનને નહીં, પરંતુ પનામાને આપી હતી અને અમે તે પરત લઈ રહ્યાં છે.
જોકે પનાનામા પ્રેસિડન્સ જોસ રાઉલ મુલિનોએ સોશિયલ મીડિયામાં આકરા નિવેદનમાં જણાવ્યું હતું કે “નહેર પનામાની છે અને પનામાની રહેશે” ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા પછી પનામા કેનાલ ચર્ચાનો વિષય બની છે. ટ્રમ્પે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે એક “મૂર્ખ ભેટ હતી, જે ક્યારેય ન આપવી જોઇએ. ચીને જળમાર્ગ પર નિયંત્રણ મેળવી લીધું છે.