ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કોરોનાના વધતા સંક્રમણને કારણે ઓકલેન્ડ શહેરમાં ત્રણ દિવસ માટે લોકડાઉનનો રવિવારે આદેશ આપ્યો હતો. ન્યૂઝિલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેન્ડના 1.7 લાખ નિવાસીઓની સાથે અડધી રાતથી જ ઘર પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહીં લોકડાઉન દરમિયાન માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
વડાપ્રધાન અર્ડર્ને કેબિનેટમાં અન્ય સાંસદો સાથે એક જરૂરી બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ વધારે સંક્રામક થઈ શકે છે, તેથી આપણે વધારે સતર્કતા રાખવાની જરૂર છે. જ્યાં સુધી તે પ્રકોપ વિશે વધારે જાણકારી ના મળે ત્યાં સુધી સાવચેતી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.