પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યુ જર્સી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના ભારતીય મૂળના વિદ્યાર્થી કિશન શેઠ પર ભારતીય મૂળની વૃદ્ધાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 21 વર્ષીય કિશન શેઠે 18 નવેમ્બરે પેરામસ ખાતેના ઘરમાં છરીના ઘા મારીને ઘાતરી હત્યા કરી હતી, એમ બર્ગન કાઉન્ટીના પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું.

તપાસકર્તાઓ જણાવ્યું હતું કે પેરામસ પોલીસ સાંજે 4:10 વાગ્યા પહેલા રિટા આચાર્યની વેલ્ફેર તપાસ કરવા ગઈ હતી ત્યારે તેઓ પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. કિશન રીટાબેનને ઓળખતો હતો અને એક સમયે તેમના જ ઘરમાં ભાડે પણ રહેતો હતો. જોકે, રીટાબેનની હત્યા થઈ ત્યારે પણ કિશન તેમનો ભાડૂઆત હતો કે કેમ તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી.

રિટા આચાર્યની હત્યા કરીને કિશન શેઠે તેમની વ્હિકલ અને ડેબિટ કાર્ડ ચોરી લીધા હતા. આ ડેબિટ કાર્ડથી તેને બેંક ખાતામાંથી $4,500 ઉઠાવી લીધા હતા. તેને વિસ્તાર છોડતા પહેલા તેના ગુનાઓ છુપાવવાના પ્રયાસો પણ કર્યા હતાં. ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ કિશન શેઠને સસ્પેન્ડ કર્યો હતો.

મીડિયા રીપોર્ટ મુજબ કિશન ગાંધીનગરનો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તે સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો કે પછી બીજા કોઈ સ્ટેટસ પર ત્યાં રહેતો હતો તેની ચોક્કસ વિગતો પોલીસે નથી જણાવી.રીટાબેનને પાઠવવામાં આવેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યા અનુસાર તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તેઓ પોતાના હસબંડ સાથે 35 વર્ષ પહેલાં અમેરિકા ગયા હતાં.

LEAVE A REPLY