REUTERS/Amit Dave

ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગુરુવારે જણાવ્યું હતું. આગામી 10 દિવસ માટે માત્ર દિલ્હીમાં જ તહેવારોમાં રૂ.8,000 કરોડથી વધુનો વેપાર થવાની ધારણા છે. અમદાવાદ- ગાંધીનગરમાં નવરાત્રીનું માર્કેટ રૂ.2,500 કરોડને વટાવી જવાનો અંદાજ છે.

CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે એકલા દિલ્હીમાં સેંકડો દુર્ગા પૂજા પંડાલો સાથે 1,000થી વધુ રામલીલાઓ યોજાય છે. મૂળ ગુજરાતના દાંડિયા અને ગરબાનું હવે દિલ્હી સહિત દેશભરમાં વ્યાપકપણે આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો છે. ખાસ કરીને નવરાત્રી અને રામલીલા દરમિયાન સાડી, લહેંગા અને કુર્તા જેવા પરંપરાગત વસ્ત્રોની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. પૂજા સામગ્રીની પણ મોટા પાયે માંગ રહે છે. ફળો, ફૂલો, નારિયેળ, દીવા, અગરબત્તીઓ અને અન્ય પૂજા સામગ્રી જેવી પૂજા માટેની આવશ્યક વસ્તુઓની પણ ખૂબ માંગ છે. ખાદ્ય ચીજવસ્તુઓ, મીઠાઈઓ, ફૂલો, સુશોભનની વસ્તુઓ અને પંડાલ સ્થાપવા માટેના ટેન્ટ હાઉસની માંગમાં વધારો જોવા મળે છે.

ગુજરાતમાં પણ નવરાત્રીમાં ગરબા આયોજકોને છેલ્લા ચાર વર્ષમાં બંપર બિઝનેસ મળી રહ્યો છે. અહીં નાના પાર્ટીપ્લોટથી લઈ સેલેબ્સની રમઝટમાં લોકો પાસ ખરીદીને જવા પણ ઉતાવળા હોય છે. આના લીધે જ માત્ર અમદાવાદ અને ગાંધીનગરનું નવરાત્રી બિઝનેસનું માર્કેટ જોઈએ તો એ રૂ.2,500 કરોડને વટાવી ગયું છે.

અમદાવાદ- ગાંધીનગરમાં નવરાત્રીનું માર્કેટ સત્તાવર રીતે રૂ.2,500ને વટાવી જવાનો અંદાજ છે. કિંજલ દવેથી લઈ ઈશાની દવેના જેવા ગાયકોના ગરબાની રમઝટ માટે મોટી સંખ્યામાં પાસનું વેચાણ થાય છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે હવે ધીમે ધીમે ખેલૈયાઓ મોટા મોટા ઈવેન્ટમાં ગરબા ગાવા જવાનું પસંદ કરે છે. આમાં નવરાત્રી ક્લાસિસથી લઈને આયોજકોને પણ ધૂમ કમાણી થઈ રહી છે.

LEAVE A REPLY