ભારતની રાજધાની દિલ્હીમાં સેંકડો આંદોલનકારી ખેડૂતોએ અરાજનકતા અને દહેશતનો માહોલ ઊભો કરતા સ્થિતિની સમીક્ષા કરવા માટે સરકારે મંગળવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી અને તેમાં ગૃહ સચિવ અને દિલ્હી પોલીસ કમિશનર હાજર રહ્યાં હતા.
દિલ્હીમાં પોલીસ અને હજારો ખેડૂતો વચ્ચેના સંઘર્ષ વચ્ચે અમુક વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. ખેડૂતોએ નિર્ધારિત શરતોનો ભંગ કરીને દિલ્હીમાં ઘુસીને ભારે તોફાન મચાવ્યું હતું.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને કેટલાંક મેટ્રો સ્ટેશન્સમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ બંધ કરી દીધા હતા. લાલ કિલ્લા પર એક ખેડૂતે જણાવ્યું હતું કે અમે મોદી સરકારને કડક સંદેશ આપવા માગતા હતા. અમારું કામ પૂરું થયું છે. અમે હવે પાછા જઈશું. સરકારે અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે કિલ્લા સુધી પહોંચી શક્યા હતા.