દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટના રન-વે પર 181 મુસાફરો સાથેનું એક પ્લેન ક્રેશ થતાં આશરે 177 લોકોના મોતની થયા હતા. વિમાન લેન્ડિંગ કરતી વખતે રન-વે પરથી સરકી ગયું હતું. બેલી લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ પછી વિમાન વાડ સાથે અથડાયું અને આગની જ્વાળાઓમાં ફાટી નીકળી હતી. બે ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં હતાં.
જેજુ એરની ફ્લાઇટ 2216 થાઇલેન્ડથી પરત ફરી રહી હતી ત્યારે દક્ષિણ જિયોલ્લા પ્રાંતમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. એક સપ્તાહમાં આ બીજી વિમાન દુર્ઘટના છે. અગાઉ બુધવારે કઝાકિસ્તાનમાં આઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 38 લોકોના મોત થયા હતી.
અધિકારીઓએ બે લોકોને બચાવી લીધા હતા. બોઇંગ 737-8ASના પાછળના વિભાગમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. વિમાનમાં સવાર 181 પૈકી 175 મુસાફરો અને છ ફ્લાઇટ ક્રૂ મેમ્બર હતાં. બેલી લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ એરક્રાફ્ટ વાડ સાથે અથડાયા બાદ અને આગની જ્વાળાઓમાં ફાટી નીકળ્યા પછી એરપોર્ટ પર ઇમરજન્સી સેવાઓએ સવારે 9 વાગ્યાની આસપાસ કામગીરી શરૂ કરી હતી. વિઝ્યુઅલ્સમાં ક્રેશ સાઇટ ઉપર કાળો ધુમાડો નીકળતો દેખાય છે.
પ્રતિકૂળ હવામાન ઉપરાંત વિમાન પક્ષીઓ સાથે અથડાયું હોવાથી ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન દક્ષિણ કોરિયાની લો કોસ્ટ એરલાઇન જેજુ એરએ વિમાન દુર્ઘટના માટે માફી માંગી હતી. જેજુ એરના ઈતિહાસમાં આ પ્રથમ જીવલેણ અકસ્માત હતો. એરલાઇનની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સામેલ એરક્રાફ્ટ 2017માં યુરોપની લો-કોસ્ટ એરલાઇન રાયનએર પાસેથી હસ્તગત કરાયું હતું.